| શ્રી ઐઠોરા ગણપતિદાદા નું ઐતિહાસિક યાત્રાધામ ઐઠોર 
ઉતર ગુજરાત એ પ્રાચીન મંદિર ઓં ની  પુણ્ય ભૂમિ છે આ પ્રદેશમાં ઊંઝા,ઐઠોર,સુણોક,કામલી,વાલમ, વડનગર,ભાખર, સિદ્ધપુર જેવા આનેક ગામોમાં સદીઓ પુરાણા મંદિરો કે જેના અવસેશ ભવ્ય ભૂતકાળ ની સાક્ષી પૂરતા ઉભેલા જોવા મળે છે જેમાં ઊંઝા માં કડવા પાટીદારના કુળદેવી શ્રી ઉમિયા માતાજી નું મંદિર, સિદ્ધપુર  માં રૂદ્રમહાલય તથા વડનગરમાં કીર્તિ તોરણ,ઐઠોરમાં ડાભી સુંઢવાળા  શ્રી ગણપતિદાદાનું આતિહાસિક મંદિર જેવા ધર્મસ્થાનો દેશભરના શ્ર્ધાળું માટે  આસ્થાન કેન્દ્ર છે
 
 ગુજરાત ભરમાં પ્રખ્યાત એવા શ્રી ગણપતિ દાદાનું મંદિર મહેસાણા જીલ્લા ના ઊંઝા થી માત્ર ૪ કિલો મીટરના અંતરે  પુષ્પાવતી નદીના કિનારે આવેલ ઐઠોર માં શ્રી ગણપતિદાદા નું ભવ્ય મંદિર અને શિલ્પકલા ના નમુના રૂપ છે. આ મંદિર માં બિરાજમાન શ્રી ગણપતિદાદા ની મૂર્તિ ની સ્થાપના આરસ કે અન્ય કોઈ ધાતુ ની મૂર્તિ નથી. પરંતુ રેણું (માટી) માંથી બનાવેલ છે આ પ્રાચીન મૂર્તિને સિંદુર ને ઘી નો લેપ (ચોળો) લગાવામાં આવે છે. ભારત ભરમાં ભાગ્યે ડાબી સુંઢવાળા શ્રી ગણપતિ દાદાની મૂર્તિ જોવા મળે છે એવી આ મૂર્તિ ના દર્શન કરવા લાખો દર્શન પિપાસુ શ્ર્ધાળું વારંવાર દાદા ના દર્શન કરવા માટે ઐઠોર મુકામે પધારે છે
 
 સોલંકી કાલીન શ્રી ગણેશ મંદિર વિશે વિવિધ દંતકથાઓ પ્રચલિત છે આ ગણપતિ મંદિર ના પરિસરમાં જમણી બાજુએ ઢળી ગયેલું પ્રાચીન વિષ્ણુ મંદિર આવેલું છે જેનું મૂળ પ્રતિમા અસ્તીત્વમાં નથી
 |