સંકટ ચતુર્થી
યાત્રાધામ ઐઠોર ખાતે ભગવાન શ્રી ગણપતિદાદાના તમામ ઉત્સવો ભારે હર્ષોઉલ્લાસ થી ઉજવાય છે શ્રી ગણપતિદાદાની સંકટ ચતુર્થી નો તહેવાર દર માસની વદ-૪ ના રોજ ઉજવાય છે દાદાના શ્રદ્ધાળું ભક્તો આખા દિવસ નો ઉપવાસ કરે છે રાત્રે ચંદ્ર દર્શન તથા પૂજન કરીને દાદાને શ્રદ્ધાપુર્વક યાદ કરીને ભોજન લે છે. દાદાના દર્શનાથે હજારો ભક્તો મંદિર માં આવે છે દાદાના ચંદ્ર દર્શન સમયની આરતી માં હોશથી ભક્તો સામેલ થાય છે આ રીતે સંકટ ચતુર્થી ભક્તિ ભાવથી ઉજવાય છે. શ્રી ગણપતિદાદાની સંકટ ચતૃથી નું વ્રત માગસર વદ - ૪ થઈ લેવામાં આવે છે આ વ્રત સંકલ્પ લઇ ને લેવામાં આવે છે અને વર્ષ પૂરું થયે બીજા માગશર વદ ચોથ ના દિવશે ઉજવાય છે. આ વ્રત કરવાથી શ્રી ગણપતિ દાદા તમારા સંકટ દુર કરે છે અને સંકટમાં સહાય કરીને મુશ્કેલીમાં થી ઉગાડી લે છે આ વ્રત લેવાની તથા ઉજવવાની વ્યવસ્થા શ્રી ગણપતિ મંદિર સંસ્થા, ઐઠોર ખાતે કરવામાં આવે છે.
સંકટ ચતુર્થી નું કેલેન્ડેર જોવા અહી ક્લીક કરો .
આ સિવાય દર વર્ષ ની ભાદરવા સુદ ચોથ એટલે કે દાદાના જન્મ દિવસે ગામના તમામ લોકો શ્રદ્ધા પૂર્વક મંદિર માં હોમ-હવન થયા પછી ઘેરઘેર લાડુનો પ્રસાદ બનાવી લે છે દર વર્ષ ની ચૈત્ર સુદ ૩-૪-૫ ના દિવસે ભરતો સુકાનો મેળો આખાય પંથક માં આગવું મહત્વ ધરાવે છે આ ત્રણ દિવસ દરમ્યાન વિવિધ પદ્ધતિથી શુંકન જોઇને આવનાર વર્ષ ના વરતારા ઉપરથી ખેડૂતો તથ વ્યાપારી ઓં ખેતી તથા વ્યાપારનું આયોજન કરે છે.
આ મંદિર અતિ એતિહાસિક હોવાથી પત્થર જીણ થવાથી મૂળ પ્રતિમાને યથાવત રાખીને જુના મંદિર ની અસલ શિલ્પકલા મુજબનું જ નવું ભવ્ય મંદિર રાજસ્થાન ના બસી પહાડપુરમ પત્થર માંથી શિલ્પા શાસ્ત્ર અનુસાર નિર્માણ કરેલ અને સને ૨૦૦૬ ના ડીસેમ્બર માસની તા.૯.૧૨.૨૦૦૬ થી તા.૧૩.૧૨.૨૦૦૬ સુધી મંદિર નો પુન:પ્રતિષ્ઠા મહોત્સવ માં લાખો શ્રદ્ધારૂ ઓં એ દર્શન તથા ભોજન પ્રસાદ નો લાભ લીધેલ છે.
|