શ્રી ગણપતિદાદા ના મંદિરનો વહીવટ અને વિકાસ
શ્રી ગણપતિદાદાના મંદિર ની સેવા પૂજા અગાઉ ઐઠોર ગામના ગોસાઈ ભાઇઓં કરતા હતા. પરંતુ દાદાની પ્રેરણા થઈ તેમને સ્વેચ્હિક પણે ગામજનો ને મંદિર ની સેવા પૂજા કરવાની તક આપી. પરિણામે ઐઠોર ગામજનો એ પાંચ ટ્રસ્ટીશ્રી ઓં તથા બે માનદ મંત્રીશ્રીઓની જાહેરમાં નિમણુક કરી હતી. જેમાં ટ્રસ્ટીશ્રી ઓં તથા બે માનદ મંત્રીશ્રીઓની નિમણુક દર પાંચ વર્ષે જાહેર ગામ સભામાં કરવામાં આવે છે શ્રી ગણપતિ દાદા ના મંદિર સંસ્થા નો વહીવટ સવંત ૨૦૩૨ થઈ સંભાળ્યો. ત્યારથી સતત ટ્રસ્ટીશ્રી ઓં તથા માનદ મંત્રીશ્રીઓની એ સમયનો ભોગ આપની ને મંદિરની કારોબારી તથા ગામના ધર્મપ્રેમી જણો અને દાદા ના ભક્તજનો ના સહકાર થી આજે આ મંદિર ને ગુજરાતભર માં જાણીતું બનાવ્યું છે. આ સંસ્થા માં નીચે મુજબની અનેક યોજનાઓ કાયમી ધોરણે ચાલે છે જેમાં દાદાના ભક્તોના સહકાર થી લગભગ બધી કાયમી યોજનાઓં પુરેપુરી નોધાયેલ હોય છે દાદાના ભક્તોના તેમજ ગામજનો ના સહકાર થી રંગમંડપ, ઓફીસ, બિલ્ડીગ, સંત્સંગ હોલ તથા મંદિર જિન્હોધાર નું કામ પ્લાન મુજબ ભાવી બાંધકામ ( ધમર્શાળા, ભોજનાલય, તથા પાકિંગ વ્યવષ્ઠા ) માટે અમુક જમીન સંસ્થા એ સંપાદન કરેલ છે જેમાં નજીક ના ભવિષ્યમાં બાંધકામ શરૂ કરવામાં આવશે. તો તે માટે દાદાના ભાવી ભક્તો તથા ધર્મપ્રેમી જનતાને યથા શક્તિ દાન આપીને ભગીરથ કાર્ય વેગવાન બનાવવા શ્રી ગણપતિ મંદિર સંસ્થા તરફથી આપને નમ્ર વિનતી.
|